BIG BREAKING : સુરતનો ડુમસ બીચ થયો બંધ…. પરિવાર સાથે ફરવા જતા પહેલા જાણી લેજો માહિતી નકર…

surties

હાલના સમયમાં હવે ગરમી બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે અને હવામાન ખાતા તરફ પણ લોકો ની નજર મંડાઈ રહેલી છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયાના લાંબા વિલંબ બાદ ચોમાસુ હવે કેરળ પહોંચી ગયું છે.

ચોમાસુ બેસતાની સાથે જ લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે. તમને જાણી ને આનંદ થશે કે ભારતીય હવામાન વિભાગે લોકોને સારા સમાચાર આપ્યા છે. 7 દિવસ મોડું થઈ ગયું છે પરંતુ કેરળમાં આખરે ચોમાસું આવી ગયું છે.

સુરતમાં વાવાઝોડાની અસર તારીખ 9 અને 10 જૂને દક્ષિણ ગુજરાત પહોંચે તેવી શકયતા છે. તારીખ 8થી જ ડુમસ અને સુંવાલી બીચ લોકો માટે કરાશે બંધ કરવામાં આવ્યા છે અને પવન 30 થી 40 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે

આ માહિતી સામે આવ્યા બાદ માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવેલ છે. આ મામલે સુરત જિલ્લાના 3 તાલુકાના 42 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવેલ છે અને વાવ ખાતે NDRF ની ટિમ કરવામાં આવી તૈનાત કરવામાં આવેલ છે.

ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ જાહેર કરી દીધું હતું. ચોમાસું 1 જૂને કેરળમાં આવવાનું હતું, પરંતુ 7 દિવસના વિલંબ બાદ રાજ્યમાં વરસાદની મોસમ શરૂ થઈ છે. IMD અનુસાર ચક્રવાતી તોફાન બાયપરજોયના કારણે આગામી 48 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, તમિલનાડુ, કર્ણાટક, દક્ષિણ પશ્ચિમ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી, ઉત્તરપૂર્વીય રાજ્યો અને કેરળના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.