વિશ્વના ઘણા ભાગોમાં ટ્રાફિક એક ગંભીર સમસ્યા છે. આવી સ્થિતિમાં ઉડતી ટેક્સીઓ આનાથી બચવાનું હંમેશા લોકોનું સપનું રહ્યું છે. લાંબા સમયથી ફ્લાઈંગ ટેક્સીને માત્ર એક કોન્સેપ્ટ તરીકે જોવામાં આવે છે, પરંતુ હવે તે માત્ર એક કોન્સેપ્ટ પુરતી સીમિત નથી રહી. ફ્લાઈંગ ટેક્સીઓ હવે વાસ્તવિકતા બની ગઈ છે. હા, તમે બિલકુલ સાચું વાંચ્યું. ઉડતી ડ્રોન ટેક્સી એર ઝીરો, જેને ગ્રાઉન્ડબ્રેકિંગ આવિષ્કાર માનવામાં આવે છે, તે હવે સામે આવી છે.
ડ્રોન ટેક્સીનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. તે ઇઝરાયેલમાં બનાવવામાં આવે છે. પરીક્ષણ પૂર્ણ થયા બાદ તેને સેવામાં લાવવામાં આવશે. એર ઝીરો નામની ડ્રોન ટેક્સીનું પરીક્ષણ ઇઝરાયેલમાં ગયા સપ્તાહથી શરૂ થયું છે. ઈઝરાયેલમાં બનેલી આ ડ્રોન ટેક્સીમાં બે યાત્રીઓની બેઠક હશે. બીજી તરફ જો વેઈટ લિફ્ટિંગ કેપેસિટીની વાત કરીએ તો આ કેબમાં 220 કિલો વજન ઉપાડી શકાય છે. એક જ વારમાં આ ડ્રોન ટેક્સી 160 કિલોમીટર સુધીનું અંતર કાપવામાં સક્ષમ હશે.
ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે
સમગ્ર વિશ્વમાં ટ્રાફિક સમસ્યા એક ગંભીર સમસ્યા છે. સમયની સાથે રસ્તાઓ પર જેમ જેમ ગાડીઓ વધી રહી છે તેમ તેમ ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. રસ્તાઓ પર લાંબા ટ્રાફિક જામથી દરેકને પરેશાની થાય છે. આવી સ્થિતિમાં ઇઝરાયેલમાં ડ્રોન ટેક્સીની આ રજૂઆતથી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે.
સમગ્ર વિશ્વની આંખો
જો ઇઝરાયેલમાં ડ્રોન ટેક્સીની આ સેવા સફળ થશે તો અન્ય દેશોમાં પણ આ સેવા જોવા મળી શકે છે. ઇઝરાયેલ આ ક્ષેત્રમાં વૈશ્વિક નેતાઓમાંનું એક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દુનિયાભરના દેશોની નજર ઈઝરાયેલની ડ્રોન ટેક્સી સર્વિસ પર રહેશે.
Leave a Reply
View Comments