ભારે વરસાદ માં ડ્રાઇવિંગ કરતી વખતે આ 5 સેટિંગ્સ તરત જ બદલો. તમે સરળતાથી પાર કરી શકશો મુશ્કેલી

આપણા જીવનમાં અનેક વાર એવું બને છે કે કાર ચલાવતી વખતે અચાનક જ જોરદાર વરસાદ થવા લાગે છે અને આપણે ચોંકી જતા હોઈ છે. વરસાદને કારણે ઓછી વિઝિબિલિટીમાં કાર ચલાવવી આપણા માટે અને આપણા પરિવાર માટે જોખમી સાબિત થતી હોઈ છે. રસ્તા પર વરસાદી પાણી ભરાવાના કારણે જોવામાં મુશ્કેલી પડી રહી છે.

surties

આવી પરીસ્થિતિમાં આપણે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. આ સાથે, કારની કેટલીક એવી સેટિંગ્સ છે, જેનો ઉપયોગ કરીને તમે ઓછી વિઝિબિલિટીમાં પણ સરળતાથી કાર ચલાવી શકો છો અને જોખમથી બચી શકો છો.

1. હેઝાર્ડ લાઈટ
વરસાદ દરમિયાન કારની હેઝાર્ડ લાઈટ ચાલુ કરો. આમ કરવાથી લોકો તમને સરળતાથી જોઈ શકશે. વરસાદ દરમિયાન તમારી કાર દૂરથી દેખાશે અને કોઈ તમારી સાથે ટકરાઈ શકશે નહીં.

2. પાર્કિંગ લાઇટ
કારની પાર્કિંગ લાઇટ ચાલુ કરો. જેનાથી તમારી વિઝિબિલિટી વધશે અને તમે સરળતાથી રસ્તો જોઈ શકશો.

surties

3. એસી સેટિંગ
ACને વિન્ડશિલ્ડ પર રાખો અને તેને 3 થી 4 સુધીની સ્પીડમાં ચલાવો. આના કારણે, કારની વિન્ડશિલ્ડ ફોગ નહીં થાય અને તમે રસ્તાની સાથે-સાથે આગળનો ટ્રાફિક પણ સરળતાથી જોઈ શકશો.

4. ડિફોગર
વરસાદ દરમિયાન ડિફોગરનો ઉપયોગ કરો. આના કારણે, પાછળની વિન્ડશિલ્ડ પર કોઈ ધુમ્મસ રહેશે નહીં અને તમે સરળતાથી કાર ચલાવી શકશો. કાર ચલાવવામાં કોઈ સમસ્યા નહીં થાય.

surties

5. વાઇપર ઝડપ
ભારે વરસાદમાં વાઇપરની સ્પીડ સંપૂર્ણ રાખો. આમ કરવાથી વિન્ડશિલ્ડ પર પડતું વરસાદનું પાણી ઝડપથી દૂર થશે અથવા તેને વરસાદની ઝડપ પ્રમાણે રાખો. વરસાદની મોસમ પહેલા વાઇપર બ્લેડ બદલવાની ખાતરી કરો.