ફિલ્મ ‘દ્રશ્યમ’ની સિક્વલ ‘દ્રશ્યમ 2’ થીયેટરોમાં પહોંચી ગઈ છે. ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની અસલી સ્ટાર તેની ચુસ્ત સ્ટોરીલાઇન છે. જો કે મૂળ ફિલ્મનો પ્રારંભિક ભાગ થોડો ધીમો લાગે છે, પરંતુ તેની રિમેકમાં ડિરેક્ટર અભિષેક પાઠકે ફિલ્મને રસપ્રદ કરી છે.
આ ફિલ્મમાં અજય દેવગન કંઈક અલગ અંદાજ માં જોવા મળી રહ્યો છે. તેનો હવે ભાવ, તેનો ચહેરો, તેનો પહેરવેશ આ તમામ વસ્તુ આપણને તેના તરફ ખેંચી રહી છે. સાથે સાથે અક્ષય ખન્ના એ પણ પોતાનું પાત્ર ખુબજ શાનદાર રીતે નિભાવ્યું છે.
View this post on Instagram
ફિલ્મનો ક્લાઈમેક્સ એ જ ફિલ્મનો ખરો આત્મા છે અને જાણ્યા પછી પણ તેને વારંવાર માણવું એ આપણા મનપસંદ આઈસ્ક્રીમનો સ્વાદ જાણીને મનને વારંવાર ખાવા માટે લલચાવવા જેવું થઈ જતું હોઈ છે. જો વાત કરીયે ફિલ્મના એન્ડિંગની તો દર્શકો એવું જણાવી રહ્યા છે કે આ ફિલ્મ નો એન્ડિંગ ખુબજ ચોંકાવનારો છે.
શું તમે આ ફિલ્મ જોઈ ? જો હા, તો અમને જણાવો કે આ ફિલ્મ તમને કેવી લાગી. શું આ ફિલ્મ તમને ગમી કે પછી તમને નથી ગમી.
Leave a Reply
View Comments