રિલીઝ પહેલા થયો સત્યાનાશ? ફિલ્મ લીક થવા મામલે સામે આવ્યું નિવેદન…

અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ આજે રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ રીલિઝના થોડા કલાકો પહેલા જ અજય દેવગનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અજય દેવગનની આગામી ફિલ્મ સાથે સંબંધિત છે. આ વિડીયો અજય દેવગનના કબૂલાતનો છે પરંતુ તેમાં થોડો ટ્વિસ્ટ છે.

વાસ્તવમાં ફિલ્મના પહેલા ભાગમાં વિજય સલગાંવકર હત્યાને છુપાવતો જોવા મળે છે. જ્યારે બીજા ભાગમાં સાત વર્ષ પછી વાર્તા બતાવવામાં આવી છે, જેમાં આ કેસ ફરી શરૂ થતો બતાવવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગનની કબૂલાત પણ બતાવવામાં આવશે પરંતુ રિલીઝ પહેલા તેનો આ વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વિડીયોમાં અજય દેવગન કહે છે કે, “મારું નામ વિજય સલગાંવકર છે અને આ મારી કબૂલાત છે. હું 7 વર્ષ પહેલાં જાણતો હતો અને આજે પણ જાણું છું, સત્ય વૃક્ષના બીજ જેવું હોય છે. તે વહેલા-મોડા બહાર આવશે.” તેથી 2જી ઓક્ટોબર અને 3જી ઓક્ટોબરનું સત્ય એ છે કે આવા લીક થયેલા વિડીયોથી દૂર રહો. વિજયની જેમ તમારા દિલની નહીં પણ તમારા મનની વાત સાંભળો. આ વખતે વિઝ્યુઅલ્સ તેમજ અમારા શબ્દો પર ધ્યાન આપો અને આવા લીક થયેલા વિડીયોથી દૂર રહો. રિપોર્ટ કરો

તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં રિલીઝ થયેલી ‘દ્રશ્યમ’ લોકોને ખૂબ પસંદ આવી હતી. નિશિકાંત કામત દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગનના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે જ્યારે તેનો બીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે ત્યારે દર્શકોને આશા છે કે પહેલા ભાગની જેમ આ ફિલ્મની વાર્તા પણ મજબૂત હશે.