જાણો કોણ છે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર, બે નિવૃત્ત અધિકારીઓ..

ગુજરાતમાં ફરી એક વાર ભાજપની સરકાર બની છે અને ભુપેન્દ્ર પટેલને પણ ફરી એક વાર મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું છે. સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. મુખ્ય મંત્રીના સલાહકાર તરીકે ડોક્ટર હસમુખ અઢીયા અને એસ.એસ રાઠૌરની સત્તાવાર નિમણુંક કરવામાં આવી છે.

surties

કોણ છે આ બંને સલાહકાર ?
ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડોક્ટર હસમુખ અઢીયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં માર્ગ મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ રાઠૌરની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૩૦ નવેમ્બર, ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા હતા. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે.

surties

સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી” થી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.

surties

આ તમામ વિગતો સાથે આ બંને અધિકારીઓ અનેક સરકારી કર્યો સાથે જોડાયેલા છે.