ઓનલાઈન શેર કરવામાં આવેલા મોટાભાગના વિડીયોમાં જોવા મળે છે કે જંગલી પ્રાણીઓ સરળતાથી રખડતા પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી લે છે. સામાન્ય રીતે, જંગલી પ્રાણીઓ નાના પ્રાણીઓ પર ત્રાટકે છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે કૂતરો ચિત્તાને ડરાવશે. તે થોડું વિચિત્ર લાગે છે પરંતુ તે સાચું છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં એક રખડતો કૂતરો કંઈક આવું જ કરતો જોવા મળે છે.
વિડીયોમાં એક કૂતરો રસ્તા પર આરામ કરતો જોઈ શકાય છે, જ્યારે અચાનક એક ચિત્તો ત્યાં આવે છે અને તેના પર ત્રાટકવાનો પ્રયાસ કરે છે. પછી કૂતરો, આ ભયંકર પરિસ્થિતિમાંથી ભાગવાને બદલે, ચિત્તાપર ભસવાનું શરૂ કરે છે અને વિડીયોમાં તે બહાદુરીથી આખો મોરચો એકલો સંભાળતો જોવા મળે છે. કૂતરો અને ચિત્તો સામસામે છે. રખડતો કૂતરો નજીકમાં ઉભેલા ચિત્તા પર સતત ગુસ્સે થઈને ભસતો રહે છે, પછી શું કરવું તે વિચારીને દીપડો જંગલ તરફ પાછો વળે છે.
अगर ये डर जाता तो पक्का ही मर जाता। pic.twitter.com/dkUShgYMvl
— Jaiky Yadav (@JaikyYadav16) November 4, 2022
પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “જો તે ડરી ગયો હોત તો ચોક્કસ મરી ગયો હોત.” ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ 10 સેકન્ડની વાયરલ ક્લિપ પર યુઝર્સની ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
Leave a Reply
View Comments