આપણા ગુજરાતીઓ ફરવાના, ખાવાના અને પીવાના ખૂબ જ વધારે શોખીન હોઈ છે. કોઈ પણ ગુજરાતીને જો થોડા દિવસનું અર્પણ વેકેશન મળે ને તો એ તરતજ ફરવા માટે જતા રહેતા હોઈ છે. તમને જણાવી દઈએ કે સુરતમાં ડાયમંડ ક્ષેત્રે આગવું નામ ધરાવતા સવજીભાઈ ધોળકિયાના હાલ ફોટોસ વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ આનંદમઇ રીતે રાજાઓ માણતા જોવા મળ્યા છે.
આપણે સૌ જાણીયે છીએ કે ધોળકિયા વારંવાર પોતાના સામાજિક કાર્યોને લઈને ચર્ચામાં રહે છે. પોતાના વતન દુધાળા ગામે બનાવેલા હરિકૃષ્ણ સરોવરની અંદર સમય પસાર કર્યો હતો. ફોટો માં જોઈ શકાય છે કે તેઓએ ફ્લાઈંગ બોર્ડની પણ મજા લીધી હતી.
સવજીભાઈ ધોળકિયા પોતે અવાર નવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા રહેતા હોઈ છે. તેઓ ખુબ મોટું નામ ધરાવતા હોવા છતાં તેઓ એકદમ સરળ અને સહજ રીજે જ જોવા મળતા હોઈ છે.
આ હરિકૃષ્ણ સરોવર અમરેલી જિલ્લાની અંદર આવેલા લાઠી તાલુકાના દુધાળા ગમે આવેલું છે જે સવજીભાઈ ધોળકિયા એ પોતાના સ્વખર્ચે નિર્માણ કર્યું છે. હરિકૃષ્ણ સરોવરનું લોકાર્પણ દરમિયાન વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સવજીભાઈ ની મહેનતે આ ગામ ની રૂપરેખા તદ્દન બદલી નાખી છે. તમને ખુબજ જાણીને આશ્ચર્ય થશે કે, સવજીભાઈએ પોતાના ગામની અંદર એક પણ રૂપિયાનો ફંડ લીધા વગર પોતાના સ્વખર્ચે 280 વીઘા ની અંદર આ પ્રકારના મોટા સરોવરનું નિર્માણ કર્યું છે.
માહિતી એવી મળી રહી છે કે આ સરોવરનું નિર્માણ કરવામાં આશરે ૧૨૦ દિવસ જેટલો સમય લાગ્યો હતો અને જે કાર્ય 260 જેટલા મજૂરોએ પૂર્ણ કર્યું છે. સવજીભાઈ ની મહેનતને લીધે આજે ખેડૂતો પણ પાણીને લીધે ખૂબ જ સારી એવી ખેતી કરી રહ્યા છે. સવજી ભાઈ એ નિર્માણ કરેલા આ સરોવરનું નામ હરિકૃષ્ણ સરોવર છે.
Leave a Reply
View Comments