ડ્રિન્ક કર્યું હતું ? ધોની ને તમે આવું કરતા ક્યારેય નય જોયો હોઈ, કરોડો લોકોએ જોયો વિડીયો……

Surties

ભારતનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ બાદ માત્ર IPLમાં જ જોવા મળે છે. આ સિવાય માહી પોતાનો બધો સમય પરિવાર સાથે વિતાવે છે. હાલમાં જ ધોનીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ધોનીની સાથે હાર્દિક પંડ્યા અને અન્ય ઘણા ખેલાડીઓ હાજર છે. આ વિડીયોમાં આ તમામ ખેલાડીઓ કોઈના જન્મદિવસની પાર્ટીમાં જોરદાર ડાન્સ કરી રહ્યા હતા.

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રેપર બાદશાહ અને અન્ય સાથે દુબઈમાં જન્મદિવસની પાર્ટીમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ઓનલાઈન સામે આવેલા એક વિડીયોમાં, હાર્દિક અને ધોની એક વર્તુળમાં ઉભા હતા અને રેપરના પ્રખ્યાત ગીતોમાંથી એક પર પગ હલાવી રહ્યા હતા.

આ દિગ્ગજ ક્રિકેટર વિડીયોમાં સાથે ગાતો પણ જોવા મળ્યો હતો. બાદશાહ તેના સામાન્ય લાંબા બ્લેક જેકેટમાં હતો, જ્યારે હાર્દિક સિલ્કના શર્ટ અને ટ્રાઉઝરમાં હતો અને ધોની બો ટાઈ સાથે કાળા સૂટમાં જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણી જીતવા માટે ભારતીય ટીમનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યા પછી, હાર્દિકને ચાલુ ODI માટે બ્રેક આપવામાં આવ્યો છે. શિખર ધવન 50 ઓવરની શ્રેણીમાં ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો છે.