35 હજાર ફિટ ઊંચાઈ પર પ્લેનમાં કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યો ધોની

Dhoni was seen playing Candy Crush in a plane at an altitude of 35 thousand feet
Dhoni was seen playing Candy Crush in a plane at an altitude of 35 thousand feet

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર છવાયેલો છે. રવિવારે ધોની તેની પત્ની સાક્ષી સાથે ફ્લાઈટમાં ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન એર હોસ્ટેસે તેને ચોકલેટ અને એક લેટર આપ્યો. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ધોની પણ કેન્ડી ક્રશ રમતા જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એર હોસ્ટેસ ધોની પાસે ગઈ અને તેને એક નોટ સાથે ચોકલેટ ઓફર કરી. એર હોસ્ટેસ નિતિકાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એર હોસ્ટેસે ધોનીને ચોકલેટ આપી. ધોનીએ ‘ઓમાની ડેટ્સ’નું પેકેટ ઉપાડ્યું. આ પછી એર હોસ્ટેસ તેની સાથે કંઈક બોલે છે અને પાછી ચાલી જાય છે. ધોની સાથે તેની પત્ની સાક્ષી પણ જોવા મળી હતી. આ દરમિયાન એવું પણ જોવા મળ્યું હતું કે ધોની કેન્ડી ક્રશ રમી રહ્યો હતો કારણ કે તે તેના ટેબલેટમાં ઓપન હતી.

કેન્ડી ક્રશ એ એક પઝલ ગેમ છે. આમાં, તમારે 3 સમાન ટાઇલ્સને મેચ કરીને આગળ વધવું પડે છે. તેને પહેલીવાર 2012માં માર્કેટમાં લાવવામાં આવ્યું હતું. ત્યારથી તે ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે ધોની ફ્લાઈટમાં ગેમ રમવા માટે ટેબલેટ કે મોબાઈલનો ઉપયોગ કરે છે. કેટલાક યુઝર્સે લખ્યું હતું કે તેઓએ ફરી એકવાર કેન્ડી ક્રશ ગેમ ઇન્સ્ટોલ કરી દીધી છે. આ બાદ ટ્વીટર પર કેન્ડી ક્રશ ગેમ ટ્રેન્ડિંગ થઇ ગઈ છે.