“દેવો કે દેવ મહાદેવ” સિરિયલ થી ફેમસ થયેલા અભિનેતા મોહિત રૈનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પરિવારમાં એક નવા સભ્યના ઉમેરા વિશે માહિતી આપી છે. મોહિતની આ પોસ્ટથી સોશિયલ મીડિયામાં ધમાલ મચી ગઈ છે. ચાહકોની સાથે મનોરંજન જગતના સ્ટાર્સ પણ આ કપલને માતા-પિતા તરીકે આગળના જીવન માટે અભિનંદન આપી રહ્યા છે.
નવજાત બાળકની આંગળીનો ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘અને પછી અમે 3 જેવા બની ગયા. ‘દેવોં કે દેવ મહાદેવ’ ફેમ મોહિત રૈનાએ એક સુંદર તસવીર શેર કરીને ચાહકો માટે ખુશખબર આપી છે. મોહિત રૈનાએ વર્ષ 2021માં અદિતિ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે સંપન્ન થયા હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે મોહિત રૈનાને સૌથી વધુ લોકપ્રિયતા ટેલિવિઝન શો ‘દેવોં કે દેવ મહાદેવ’થી મળી હતી. આ સિવાય તેણે ‘ઉરી’ અને ‘શિદ્દત’ જેવી ફિલ્મોમાં પણ પોતાની અદભૂત કુશળતા બતાવી છે. એટલું જ નહીં, અભિનેતાએ ‘કાફિર’ અને ‘મુંબઈ ડાયરીઝ 26/11’ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં તેણે મુંબઈ ડાયરીઝ 26/11 સીઝન 2નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
Leave a Reply
View Comments