લોકો પોતાની માનેલી માનતા પૂર્ણ કરવા કે ધાર્મિક શ્રદ્ધા સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત કરતા હોય છે. ત્યારે સુરતના એક નવયુવાનોના ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઇકલ યાત્રા કાઢીને વીરપુર ગામ પહોંચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પીપલોદ ગામના યુવાનો દર વર્ષે જલારામ જયંતી પર વીરપુરના દર્શન કરવા માટે જાય છે, ત્યારે આ વર્ષે એક ખાસ વાત એ હતી કે તેમની સાથે હીમોફીલિયા સોસાયટીના સુરત ચેપત્રના સભ્ય પણ જોડાયા હતા.
46 વર્ષીય જીગ્નેશ પટેલ કે જેઓ હીમોફીલિયાની બીમારીથી પીડાય છે. જેઓ ગયા વર્ષે પણ આ જ પ્રમાણે તેમની સાથે આ સાઇકલ યાત્રામાં જોડાયા હતા. પણ તબિયત બગડતા તેમને તેમનો પ્રવાસ અધવચ્ચે ટૂંકાવવો પડ્યો હતો. હીમોફીલિયાના દર્દીને સાંધામાં બ્લીડીંગ થવાની સમસ્યા રહે છે, અને તેમાં પણ સમજી શકાય છે કે સાઇકલ સાથે આટલું મોટું અંતર કાપવું મુશ્કેલ થઇ શકે છે, તેવા સમયે મજબૂત મનોબળ અને યોગ્ય ફિઝિયોથેરાપીની સારવાર લઈને જીગ્નેશભાઈ પટેલે આ વર્ષે આ યાત્રા પૂર્ણ કરી હતી.
અને સાઇકલ ચલાવી તેઓ વીરપુર પહોંચ્યા હતા, અને જલારામ બાપાના આશીર્વાદ લીધા હતા. લગભગ 17 જેટલા યુવાનો આ યાત્રા માં જોડાયા હતા.
Leave a Reply
View Comments