TMKOC : આશિતજી એ મારી સાથે યૌન શોષણ…….રોશન ભાભી એ કર્યો સૌથી મોટો ખુલાસો

surties

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લોકપ્રિય શો હાલ ફરી એક વાર ચર્ચા માં આવ્યો છે. આ શો ની કલાકાર ‘રોશન ભાભી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી અને અન્ય લોકો સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આ સાથે તેણે એ પણ સ્પષ્ટતા કરી છે કે અસિત મોદીએ તેની સાથે યૌન શોષણ નથી કર્યું પરંતુ તેને મૌખિક રીતે હેરાન કર્યા છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જેનિફર મિસ્ત્રીએ 15 વર્ષ પછી શો છોડવાની જાહેરાત કરી હતી અને મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ફરી એકવાર ‘રોશન ભાભી’એ મીડિયા સામે પોતાની ફરિયાદ કરી છે. જેનિફર મિસ્ત્રીએ ‘ANI’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘મેં અસિત કુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ 4 એપ્રિલે ડ્રાફ્ટ મોકલ્યો હતો.

‘અસિત મોદીએ મારી સાથે સે*ક્સ નથી કર્યું, વાહિયાત વાત ન કરો’ જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે, ‘જ્યારે મેં મીડિયા સામે સત્ય કહ્યું તો તેઓએ મારા પર પ્રોફેશનલ ન હોવાનો આરોપ લગાવ્યો. હું એ પણ સ્પષ્ટ કરી દઉં કે કેટલાક લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે કે અસિતજીએ મારી સાથે સે*ક્સ કર્યું હતું, એવું નથી. તેણે માત્ર મૌખિક વાતો કરી છે. અર્થહીન વાતો અને કોઈની ગરિમાને ઠેસ ન પહોંચાડવા માટે હું મારા હાથ જોડી રહી છું.

‘રોશન ભાભી’ એ પણ કહ્યું કે, હું અત્યારે મુંબઈમાં નથી. હું મુંબઈ જઈશ કે તરત આગળની પ્રક્રિયા શરૂ થઈ જશે. હવે જોઈએ કે તે મારા પર કેવા ખોટા આરોપ લગાવે છે. મેં દરેક શબ્દ સાચો બોલ્યો છે. તેણે સ્વીકારવું પડશે કે તેણે જે કર્યું તે તદ્દન ખોટું હતું અને તેણે હાથ જોડીને માફી માંગવી પડશે.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો