IPL માંથી CSK ની ટિમ પર પ્રતિબંધ લાગી જશે? પ્રતિબંધ ની માંગ કરનાર આ પોલિટિશિયન કોણ છે ? યાર ધોની IPLમાંથી રિટાયરમેન્ટ લેઇ કે ના લેઈ પણ તેની પહેલા આ નવો મામલો ક્યાંથી સામે આવ્યો ?
પટ્ટલી મક્કલ કાચી (PMK) ના ધારાસભ્ય એસ પી વેંકટેશ્વરાએ મંગળવારે તમિલનાડુ સરકારને ચેન્નાઈ સુપર લીગ ટીમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી કારણ કે આ ટીમમાં તામિલનાડુ રાજ્યનો કોઈ ખેલાડી નથી. પીએમકેના વરિષ્ઠ નેતાએ એસેમ્બલીમાં કહ્યું કે તમિલનાડુમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે પરંતુ CSK ફ્રેન્ચાઇઝીએ તેની 27 સભ્યોની ટીમમાં એક પણ ખેલાડીને રાખ્યો નથી.
વધુ માંકહ્યું કે CSK તમિલનાડુના નામનો ઉપયોગ કરીને મોટી કમાણી કરી રહી છે પરંતુ તેણે તમિલનાડુના ખેલાડીઓને સાઇડલાઇન કરી દીધા છે. PMK તમિલોને લગતા મુદ્દા ઉઠાવવા માટે જાણીતું છે અને વેંકટેશ્વરનનું તાજેતરનું નિવેદન એ ચિંતા પર આધારિત છે કે તમિલનાડુનો કોઈ ખેલાડી CSK ટીમમાં નથી. જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીની કેપ્ટનશીપમાં 4 વખત ચેમ્પિયન બની છે.
મહેન્દ્ર સિંહ ધોનીને તેના ચાહકો પ્રેમથી થાલા કહે છે, તેથી આ સિઝન પછી તે નિવૃત્તિ લઈ લે તેવી પૂરી શક્યતા છે. જોકે, તે પોતે જાણે છે કે ધોની શું ઈચ્છે છે. બીજી તરફ ટીમ મેનેજમેન્ટે નિર્ણય સંપૂર્ણપણે એમએસ ધોની પર છોડી દીધો છે.
Leave a Reply
View Comments