પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહ ની મુશ્કેલીઓમાં થયો વધારો. ગોવાના પ્રવાસન વિભાગ દ્વારા યુવરાજ સિંહને નોટિસ મોકલવામાં આવી છે. યુવરાજ નો મોર્જિમમાં એક વિલા છે અને મળતી માહિતી અનુસાર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે વિલાનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર તેનો ‘હોમસ્ટે’ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ તમામ બાબતો અંતર્ગત યુવરાજ ને 8 ડિસેમ્બરે સુનાવણી માટે બોલાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વા ટુરિઝમ બિઝનેસ એક્ટ, 1982 હેઠળ નોંધણી કરાવ્યા પછી જ રાજ્યમાં ‘હોમસ્ટે’ ચલાવી શકાય છે. આ વિલા ઉત્તર ગોવાના મોર્જિમમાં આવેલો છે.
સામે એવું પણ આવ્યું છે કે રાજ્યના પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ કાલેએ 18 નવેમ્બરે વિલા ‘કાસા સિંહ’ના સરનામે નોટિસ જારી કરી હતી અને તેમાં યુવરાજને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ નોટિસ માં એવું પૂછવામાં આવ્યું છે કે પ્રવાસન વેપાર અધિનિયમ હેઠળ મિલકતની નોંધણી ન કરવા બદલ તેમની સામે દંડની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ અને જો આ કેસમાં દોષી સાબિત થાય તો એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
તમારે આ જાણવું જોઈએ…
- રોહિત નો 264 રન નો રેકોડ તૂટી ગયો, આ દેશ ના ખેલાડીએ બનાવ્યા 277 રન…..
- પતિએ બોલાવી કોલગર્લ, રૂપસુંદરી બની ને આવી પોતાની પત્ની – જુઓ ક્યાંથી સામે આવ્યો આ મામલો
- હવે ચંપક ચાચા નું પત્તુ કટ? વિડીયો વાયરલ કરી કર્યો મોટો ખુલાસો
Leave a Reply
View Comments