IND vs BAN – 16 મી ઓવરનો આ વિવાદ તમે જોયો ? સામસામે આવી ગયા હતા વિરાટ અને શાકિબ….

Surties - Surat News

ગતરોજ એટલેકે તા. 2 નવેમ્બર 2022 ના રોજ એડિલેડમાં રમાયેલઈ ભારત અને બાંગ્લાદેશ ની મેચ ખુબજ રોમાંચક રહી હતી. આ મેચ માં 16 મી ઓવર ના અંતિમ બોલ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી.

જુઓ સામસામે આવી ગયા વિરાટ અને શાકિબ

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ઘટના એવી હતી કે બોલર મહમુદે બાઉન્સર દડો ફેંક્યો જેને કોહલીએ ફટકાર્યો હતો અને તે દરમિયાન જ્યારે કોહલીએ સિંગલ માટે બોલને ટેકઓફ કર્યો ત્યારે તેણે કોલ અંગે અમ્પાયરને સવાલ કરવા માટે પોતાનો એક હાથ હવામાં ઊંચો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કોહલી જ્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ સુધી પહોંચ્યો ત્યારે એમ્પાયરે વાઈડનો સંકેત આપ્યો. આ સમગ્ર વાત ને અંતે કોહલીના હાથ ઉંચા કર્યા બાદ એમ્પાયરના નિર્ણયથી શાકિબ અલ હસન બહુ ખુશ નહોતો દેખાઈ રહ્યો અને એક્સ્ટ્રા કવરમાંથી અંદર આવી અને કોહલી અને અમ્પાયર સાથે દલીલ કરી હતી.

Surties - Surat News

આપણે આ વિડીયો માં સ્પષ્ટ પણે જોઈ શકીયે છીએ કે વાતાવરણ રમુજી દેખાઈ રહ્યું છે અને બંને ખેલાડીઓ એકબીજાને ગળે મળતા પણ દેખાઈ રહ્યા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે અને ICCએ આ વિડીયો શેર કર્યો છે.