પાકિસ્તાની પ્લેયરના હાથમાં ભારતનો ઝંડો – જુઓ શું કરી રહ્યો છે આ ખેલાડી

Surties - Surat News

ટી-20 વર્લ્ડ કપ થોડાજ દિવસો પહેલા સમાપ્ત થયો છે પરંતુ હજુ પણ અવાર નવાર આપણને તેની માહિતી સામે આવતી રહેતી હોઈ છે. હાલ તેવી જ પાકિસ્તાની પ્લેયર શાહીન આફ્રિદીની એક રસપ્રદ વાત સામે આવી છે.

Surties - Surat News

જ્યારે પાકિસ્તાન ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સિડનીમાં પ્રશંસકોને મળી રહ્યો હતો તે દરમિયાન તેણે હાથમાં ભારતીય તિરંગો પકડ્યો હતો અને તેના પર ફેન્સને ઓટોગ્રાફ પણ આપ્યો. આ ઘટના અંગે અંગે ચાહકોએ કહ્યું કે શાહીન તેના ભાવિ સસરાના પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીના પગલે ચાલી રહી છે.

પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલ માટે સિડની પહોંચી હતી તે દરમિયાન ચાહકો તેમના મનપસંદ ક્રિકેટરને મળવા પહોંચ્યા હતા અને એટલા માટે એક ભારતીય ચાહકે તિરંગો પકડી રાખ્યો હતો. જ્યારે ચાહકે શાહીનને જોયો ત્યારે તે ત્રિરંગો આગળ લઈ જતા શાહીન પાસેથી ઓટોગ્રાફ લેવા માંગતો હતો. આ જોઈને શાહીને પણ તિરંગો હાથમાં પકડ્યો અને તેના પર ઓટોગ્રાફ આપ્યો. આ ફોટા ને લોકો સકારાત્મક ભાવ થી જોઈ રહ્યા છે.