સૌરવ ગાંગુલી નહિ રહે BCCI અધ્યક્ષ, જુઓ કોણ બની શકે છે નવા અધ્યક્ષ – ચોંકાવનારું નામ આવ્યું સામે

Surties - Surat News

BCCIના અધ્યક્ષ પદ માટે માહોલ ગરમાયો. હાલમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી છે પણ એમનું અધ્યક્ષ પદ બસ થોડા દિવસો માટે છે કારણકે BCCIને હવે નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે અને જલ્દી જ BCCI ના દરેક પદ માટે ફરી ચૂંટણી યોજવામાં આવશે.

મળતી માહિતી મુજબ સૌરવ ગાંગુલી આ વખતે અધ્યક્ષ પદ માટે દાવેદાર નહીં બની શકે. હવે BCCI ના નવા પ્રમુખ કોણ હશે તે બાબતે ચર્ચા એ જોર પકડ્યું.

BCCIના અધ્યક્ષ પદની રેસમાં રોજર બિન્ની મોખરે હોવાનું સામે આવ્યું છે. 18 ઓક્ટોબરે BCCI અધ્યક્ષ પદની ચૂંટણી યોજાશે. સૂત્રો અનુસાર બિન્ની અગાઉ પસંદગી સમિતિનો ભાગ પણ રહી ચૂક્યા હોવાની વાતો સામે આવી છે અને તે સૌરવ ગાંગુલીના સ્થાનની રેસમાં ટોચ પર છે.

હાલ જય શાહ સેક્રેટરી તરીકે ઇનિંગ ચાલુ રાખશે તેવા રીપોર્ટ મળી રહ્યા છે. બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંતોષ મેનનની જગ્યાએ તે જ દિવસે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં રાજ્ય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરશે.

Surties - Surat News

કોણ છે બિન્ની ? 1983 વર્લ્ડ કપમાં રચ્યો હતો ઈતિહાસ
બહુ ઓછા લોકો આ વાત જાણે છે કે રોજર બિન્ની આખી ટુર્નામેન્ટમાં ભારતની ટાઈટલ જીતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. બિન્નીએ 8 મેચમાં 18 વિકેટ ઝડપી લીધી હતી અને તેમાં એક ઈનિંગમાં ચાર વિકેટ લેવાનો ઇતિહાસ પણ એક વખત બન્યો હતો.