અરે…બાપરે…એક્સીડંટ બાદ સૌથી મોટી અપડેટ, ICC એ ધડાકો બોલાવ્યો અને જુઓ રિષભ પંત સાથે…

Surties

ICCએ T-20 બાદ હવે વર્ષ 2022ની ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટેસ્ટ ટિમ માં દુનિયાભરના ખેલાડીઓને સ્થાન મળ્યું છે અને આ ટિમ માં ઓસ્ટ્રેલિયાનાસૌથી વધુ ચાર ખેલાડીઓ છે. આ શાનદાર ટિમ માં ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટિમ માં ઋષભ પંત એકમાત્ર ભારતીય ખેલાડી છે.

Surties

જો વાત કરીયે રિષભ પંત ની તો તેણે 2022માં ભારત માટે 12 ટેસ્ટ ઇનિંગ્સમાં કુલ 680 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 61.81 અને સ્ટ્રાઈક રેટ 90.90 હતી અને સાથે સાથે તેણે બે સદી અને ચાર અડધી સદી પણ ફટકારી હતી. ગયા વર્ષે તેણે ટેસ્ટમાં 21 સિક્સર ફટકારી હતી, વિકેટ પાછળ 29 ખેલાડીઓને આઉટ કર્યા, જેમાં છ સ્ટમ્પિંગ અને 23 કેચ સામેલ છે.

જુઓ ICC ટેસ્ટ ટીમમાં કયા દેશના કેટલા ખેલાડીઓ છે
ઓસ્ટ્રેલિયા: ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, પેટ કમિન્સ, નાથન લિયોન
ઈંગ્લેન્ડ: જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, જેમ્સ એન્ડરસન
ભારત: ઋષભ પંત
વેસ્ટ ઈન્ડિઝ: ક્રેગ બ્રાથવેઈટ
પાકિસ્તાનઃ બાબર આઝમ
દક્ષિણ આફ્રિકા: કાગીસો રબાડા

ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2022
ઉસ્માન ખ્વાજા, ક્રેગ બ્રેથવેટ, માર્નસ લાબુશેન, બાબર આઝમ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), ઋષભ પંત (વિકેટમાં), પેટ કમિન્સ, કાગીસો રબાડા, નાથન લિયોન, જેમ્સ એન્ડરસન.