T20 વર્લ્ડ કપનો મહા મુકાબલો હવે શરુ થઈ ચુક્યો છે. હવે તો 13 નવેમ્બરે આપણી સામે ચેમ્પિયન ટિમ આવશે. આપણી સામે અવાર નવાર અનેક રેકોર્ડ તૂટવાની વાતો સામે આવતી હોઈ છે. ICCએ એવા રેકોર્ડની યાદી જાહેર કરી છે જે આ મુકાબલામાં તૂટી શકે છે.
: આવો જાણીયે આ રેકોર્ડ વિષે :
1. એક મેચમાં સૌથી વધુ વખત એટલેકે 4+ વિકેટ લેવાનો રેકોર્ડ
અત્સુયાર સુધીમાં T20 વર્લ્ડ કપ દરમિયાન માત્ર બે જ બોલરે ત્રણ વખત એક મેચમાં ચાર કે તેથી વધુ વિકેટ લીધી છે. આ રેકોર્ડ પાકિસ્તાનના સઈદ અજમલ અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે નોંધાયેલો છે. તેમજ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાને પણ આ કાર્ય બે વખત કર્યું છે. જો હવે શાકિબ ફરી એક વખત 4+ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવે તો અજમલને પાછળ છોડી દેશે.
2. એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ
કોઈપણ એક T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. 2014 તેણે વર્લ્ડ કપમાં 6 મેચમાં 319 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવ અત્યારે સારા ફોર્મમાં છે અને તે વિરાટનો રેકોર્ડ તોડી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
3. સૌથી વધુ 50+નો સ્કોર કરવાનો રેકોર્ડ
આ રેકોર્ડ પણ બુસ્ટર બેટ્સમેન વિરાટ કોહલી ના નામે દર્જ છે. વિરાટે અત્યાર સુધીમાં 10 વખત 50+નો સ્કોર નોંધાવ્યો તો તેની સામે રોહિત શર્મા 8 વખત આ સ્કોર નોંધાવી ચુક્યો છે. હવે બંને વચ્ચે જંગ છેડાશે.
4. સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી એબી ડીવિલિયર્સના નામે છે. એબી ડીવિલિયર્સ એ 30 મેચમાં 23 કેચ પકડ્યા છે અને તેની સામે 28 મેચમાં 19 કેચ પકડનાર ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ પણ આજ હરોળ માં છે. હવે જોઈએ કે શું આ રેકોર્ડ કોઈ બીજાના નામે જશે કે નહિ.
5. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનું રેકોર્ડ
2021 માં શ્રીલંકાના લેગ સ્પિનર વાનિન્દુ હસરંગાના નામે એક જ વર્લ્ડ કપમાં 16 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે. એડમ ઝમ્પા અને રાશિદ ખાન સહીત અન્ય બોલરો પણ આ રેકોર્ડ તોડવાની હરોળમાં છે.
Leave a Reply
View Comments