ટિમ ઇન્ડિયાનું મોટું એલાન, વિશ્વાસપાત્ર ખેલાડી સાથે કરવામાં આવ્યો અન્યાય?

Surties

BCCIએ બાંગ્લાદેશ પ્રવાસ પર ODI શ્રેણી માટે 17 સભ્યોની ટીમમાં ફેરફારની જાહેરાત કરી છે. જો કે ટીમની પસંદગી ICC T20 વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવી હતી, પરંતુ નવી પસંદગી સમિતિની રચના પહેલા હવે બે ઈજાગ્રસ્ત ખેલાડીઓના સ્થાનની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ પોતાની પ્રેસ રિલીઝમાં આ જાણકારી આપી છે. ટીમમાં પહેલો ફેરફાર રવિન્દ્ર જાડેજાના રૂપમાં કરવામાં આવ્યો છે. જાડેજા ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. આવી સ્થિતિમાં તે બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ સાથે નહીં જાય.

બાંગ્લાદેશ પ્રવાસ પર જાડેજાની જગ્યાએ શાહબાઝ અહેમદને તક આપવામાં આવી છે. શાહબાઝની દક્ષિણ આફ્રિકા સામેની સીમિત ઓવરોની હોમ સિરીઝ માટે પણ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. તે જ સમયે, જાડેજા વિશે એ સ્પષ્ટ થયું નથી કે તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે કે નહીં.

આ પ્રેસ રિલીઝની સાથે જ BCCIએ જણાવ્યું કે મેડિકલ ટીમ તેની ફિટનેસ પર નજર રાખી રહી છે અને તે સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ જ ટીમમાં તેની પસંદગી પર વિચાર કરવામાં આવશે. જાડેજા T20 વર્લ્ડ કપથી જ ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે ટીમમાં તેના સ્થાને પટેલની ઘણી વખત પસંદગી કરવામાં આવી હતી. શાહબાઝ ઉપરાંત કુલદીપ સેનને પણ બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી માટે ટીમમાં તક મળી છે. અગાઉ જ્યારે ટીમની પસંદગી કરવામાં આવી ત્યારે તેનું નામ ટીમમાં નહોતું પરંતુ યશ દયાલની ઈજા બાદ હવે તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી રહી છે.

ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ :-

-: 4 ડિસેમ્બર, પહેલી વન-ડે12.30 વાગ્યે (ઢાકા)
-: 7 ડિસેમ્બર, બીજી વન-ડે 12.30 વાગ્યે (ઢાકા)
-: 10 ડિસેમ્બર, ત્રીજી વન-ડે 12.30 વાગ્યે (ઢાકા)
-: 14-18 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ(ચિટગાવ)
-: 22-26 ડિસેમ્બર, બીજી ટેસ્ટ(ઢાકા)