ક્રિકેટ જગત : જુઓ સચિનના દીકરા એ ડેબ્યૂ મેચમાં કેવો કારનામો કર્યો, હવે લોકો પિતા અને પુત્ર ને સરખાવી….

surties

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના રેકોર્ડ્સ આજે પણ સૌ કોઈ જાણે છે. અમુક લોકોને તો તેમની રણજી ડેબ્યુ મેચ વિશેની પણ ખબર છે. સચિન તેંડુલકરે વર્ષ 1988માં પોતાનું રણજી ટ્રોફી ડેબ્યુ કર્યું હતું. ત્યારે પોતાની પહેલી જ મેચમાં સેન્ચુરી ફટકારીને સૌકોઈ ને સ્તબ્ધ કરી દીધા હતા.

surties

તેવી જ રીતે ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરે રાજસ્થાન સામે સદી ફટકારીને તેની રણજી ટ્રોફીની શરૂઆત યાદગાર બનાવી દીધી છે. ગોવા તરફથી રમતા અર્જુને માત્ર 177 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની સદીની સાથે અર્જુને તેના પિતા સચિન તેંડુલકરના એક ખાસ રેકોર્ડની પણ બરાબરી કરી છે.

પિતાની જેમ જુનિયર તેંડુલકરે તેની પ્રથમ રણજી મેચમાં સદી ફટકારી હતી. 34 વર્ષ પહેલા સચિન તેંડુલકરે 1988માં રણજી ટ્રોફીની ડેબ્યૂ મેચમાં સદી ફટકારવાનું કારનામું કર્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે આ જોડી પોતપોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારનારી એકમાત્ર જોડી નથી. સચિન અને અર્જુન પહેલા ભારતમાં અન્ય પિતા-પુત્રની જોડીએ પણ આવો જ રેકોર્ડ બનાવ્યો છે.

surties

સ્વર્ગસ્થ લાલા અમરનાથ અને તેમના ત્રણ પુત્રોમાંના એક, સુરિન્દર અમરનાથ, તેમની ટેસ્ટ પદાર્પણમાં સદી ફટકારી, રમતના 145 વર્ષ જૂના પરંપરાગત આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ પિતા-પુત્ર જોડી બની.