ભારતમાં ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીમાં તમિલનાડુના ઓપનર નારાયણ જગદીસને લિસ્ટ-એ-ક્રિકેટનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. તેણે અરુણાચલ પ્રદેશ સામે 277 રનની વર્લ્ડ રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગમાં તેણે 141 બોલનો સામનો કર્યો અને 25 ફોર અને 15 સિક્સર ફટકારી. એન. જગદીશે લિસ્ટ A કારકિર્દીમાં અગાઉના 268 રનના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના 264 રનના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. આ પહેલા એલિસ્ટર બ્રાઉને તેની લિસ્ટ A કરિયરમાં 268 રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ હવે એન જગદીશનની ઇનિંગથી નવો રેકોર્ડ જોવા મળ્યો છે.
તમને જણાવી દઈએ કે એલિસ્ટર બ્રાઉને 2002માં ચેલ્ટનહામ એન્ડ ગ્લોસ્ટર ટ્રોફી દરમિયાન 268 રનની વર્લ્ડ રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે 160 બોલનો સામનો કર્યો જેમાં 30 ફોર અને 12 સિક્સ સામેલ હતી. જો કે ટીમ ઈન્ડિયાનો ઓપનર રોહિત શર્મા આ રેકોર્ડની ખૂબ જ નજીક આવ્યો હતો. શ્રીલંકા સામેની વન-ડેમાં તેણે 264 રનની તોફાની ઇનિંગ રમી હતી અને તે 4 રનથી આ રેકોર્ડ તોડવામાં ચૂકી ગયો હતો. પરંતુ હવે 20 વર્ષ બાદ તેનો રેકોર્ડ ફક્ત ભારતીય બેટ્સમેને તોડ્યો છે.
એન. જગદીશનને તાજેતરમાં જ આગામી આઈપીએલ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) દ્વારા તેની ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો અને તે પછી તેણે વિજય હજારે ટ્રોફીમાં જે પ્રકારનું ફોર્મ બતાવ્યું છે તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. એન જગદીશને આ ટૂર્નામેન્ટમાં સતત પાંચ સદી ફટકારીને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
Leave a Reply
View Comments