IPL 2023 : ચેમ્પિયન CSK પર પૈસા નો વરસાદ ગુજરાત ટીમ પણ માલામાલ જુઓ કયા એવોર્ડ વિજેતાને કેટલા પૈસા મળ્યા

surties

IPL 2023 ની ફાઇનલ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જબરદસ્ત રમાઇ હતી. 29 મેના રોજ ચેન્નાઈએ ગુજરાતને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ મેચ બાદ એક એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં ચેમ્પિયન ટીમ ચેન્નાઈ અને ફાઈનલ હારેલી ટીમ ગુજરાતને ઈનામી રકમ આપવામાં આવી હતી. આ સાથે અન્ય ઘણા પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા.

તમને જણાવી દવ કે છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ IPL વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. સાથે જ ફાઈનલમાં હારનાર ટીમની ઈનામી રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે આ રકમ 12.5 કરોડ રૂપિયા હતી, જે એટલી જ રાખવામાં આવી છે.

આ વર્ષે ઘણી રસપ્રદ મેચો જોવા મળી હતી. જેમાં ઘણા નવા ખેલાડીઓ પણ ઉભર્યા અને તેમનું જીવન બદલ્યું. IPL માં ખર્ચવામાં આવેલી રકમને લઈને લીગ હંમેશા ચર્ચામાં રહે છે. ટીમોને મળેલી ઈનામી રકમ ઉપરાંત અન્ય ઘણા પુરસ્કારો પણ આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેર પ્લે એવોર્ડ જેવા એવોર્ડનો સમાવેશ થાય છે.

surties

 

  • ઓરેન્જ કેપ : આ પુરસ્કાર IPLની આખી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે.
  • ફેર પ્લે એવોર્ડ : આ પુરસ્કાર એ ટીમને આપવામાં આવે છે જેણે આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ શિસ્ત સાથે રમી હોય અને કોઈ પણ પ્રકારની ખોટી રમત કરી ન હોય.
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર : આ પુરસ્કાર તે ખેલાડીને આપવામાં આવે છે જે સમગ્ર આઈપીએલ સીઝન દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.
  • પર્પલ કેપ : આ પુરસ્કારનો વિજેતા તે બોલર છે જેણે સમગ્ર IPL સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય.
  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન: આ એવોર્ડ સીઝનના ઉભરતા સ્ટારને આપવામાં આવે છે. આ એવોર્ડ રાજસ્થાન રોયલ્સની યશસ્વી જયસ્વાલને આપવામાં આવ્યો હતો. તેમને 10 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો