OMG : આવી રહી છે ‘ધોની ની ફિલ્મ’ જુઓ હવે કોણ હશે હીરો ના કિરદારમાં….

Surties

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ કેપ્કુટન કુલ તરીકે ઓળખાઈ છે અને હવે તેઓ પોતાના જીવનની નવી પીચ પર ઉતારવાના છે. એવું કહેવાય રહ્યું છે કે એમએસ ધોની ની ક્રિકેટ અંગેની કારકિર્દી હવે અંતિમ તબ્બકા માં હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે IPL રમ્યા બાદ તે સંપૂર્ણ નિવૃત્તિ લઇ શકે છે. ક્રિકેટની પીચ બાદ ધોની હવે મનોરંજનના મેદાનમાં ઉતરવા જઈ રહ્યો છે. ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની પહેલી ફિલ્મ આવવાની છે.

Surties

ધોની એન્ટરટેઈનમેન્ટની ફિલ્મની પ્રથમ મોશન પિક્ચર શુક્રવારે રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ તમિલ ભાષાની હશે. ફિલ્મનું નામ છે ‘લેટ્સ ગેટ મેરિડ’.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સાઉથ એક્ટર હરીશ કલ્યાણ મુખ્ય ભૂમિકા ભજવશે અને તેમની સાથે ઈવાના ફિલ્મની હિરોઈન હશે. આ ફિલ્મના દિગ્દર્શક રમેશ ધમિલમાણી છે. આ ફિલ્મના પ્રોડક્શન હાઉસનું નામ ધોનીના નામ પર રાખવામાં આવ્યું છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનો કોન્સેપ્ટ તેની પત્ની સાક્ષી ધોનીએ તૈયાર કર્યો છે.

Surties

આ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ અત્યાર સુધીમાં ત્રણ શોર્ટ ફિલ્મો રિલીઝ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે સાક્ષી હાલમાં ફિલ્મના સંબંધમાં ચેન્નાઈમાં છે અને ડિરેક્ટર રમેશ ધમિલમાની સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરી રહી છે. પોસ્ટર જોઈને લાગી રહ્યું છે કે આ એક રોમેન્ટિક ફિલ્મ હશે.