CRICKET : T20 ટીમ ઓફ ધ યર જાહેર, જુઓ કોહલી-સૂર્યાનો ક્યાં વારો આવ્યો

Surties

ICC (International Cricket Council) એ સોમવારે મેન્સ T20 ટીમ ઓફ ધ યર ની જાહેરાત કરી દીધી છે. આ શાનદાર ટીમ માં ઈંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરને કમાન સોંપવામાં આવી છે અને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ મેન્સ T20 ટીમ ઓફ ધ યર માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Surties

આ ટિમ માં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સમાવવામાં આવ્યા છે. કોહલીએ 2022માં પોતાની જૂની તાબડતોડ શૈલીમાં રન બનાવ્યા હતા.

Surties

સૂર્યકુમારનું વર્ષ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ધારદાર રહ્યું હતું. તે તેના 360-ડિગ્રી સ્ટ્રોકપ્લે સાથે ફોર્મેટમાં એક વર્ષમાં 1000 થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો.

Surties

ICC મેન્સ T20I ટીમ ઑફ ધ યર: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, સેમ કેરેન, વાનિંદુ હસરંગા, હરિસ રૌફ અને જોશ લિટલ.