આપડે સૌ જાણીયે છીએ કે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વનડે સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે જીત મેળવી અને 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચ માં હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ સંભાળી છે. આ મેચ દરમિયાન કંઈક એવું થયું, જેને જોઈને વિરાટ કોહલીના ફેન્સ ખૂબ જ નારાજ છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
મેચમાં ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી અને સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 188 રનમાં સમાઈ ગઈ. ભારતની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. અડધી ટીમ 83 રનના સ્કોર પર પરત ફરી હતી. અહીંથી કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ ઈનિંગને સંભાળી અને મેચ પૂરી કરી.
— CricAddaa (@cricadda) March 17, 2023
20મી ઓવર પછી વિરાટ કોહલી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ સાથે ઉભો હતો અને કંઈક વાત કરી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ હાર્દિકને કંઈક સમજાવવા માંગતા હતા, પરંતુ તે તેની વાત સાંભળ્યા વિના જ ત્યાંથી નીકળી ગયો હતો. આ જોઈને વિરાટ કોહલી પરેશાન જોવા મળ્યો હતો. હાર્દિક પોતાની ધૂનમાં આગળ વધ્યો અને વિરાટ તરફ પાછું વળીને પણ જોયું નહીં.
આ ઘટના અંગે તમારું શું કહેવું છે એ અમને ખાસ કોમેન્ટ કરી જણાવજો.
Leave a Reply
View Comments