Cricket : વિરાટ કોહલી ભલે હાલ કારકિર્દીના ખરાબ તબક્કામાંથી થઈ રહ્યો છે પસાર, પણ તેની ઇન્સ્ટાગ્રામની કમાણી જાણી રહી જશો દંગ

વિરાટ કોહલી તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભલે લોકો તેની બેટિંગ પર સવાલ ઉઠાવી રહ્યા હોય, પરંતુ પૈસા કમાવવાના મામલામાં વિરાટ કોહલી ખૂબ આગળ છે. તાજેતરના અહેવાલ મુજબ, વિરાટ કોહલી એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે.

Hopperhq.comના રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8.69 કરોડ રૂપિયા મળે છે. વિરાટ એશિયાના કોઈપણ ખેલાડી કે સેલિબ્રિટી કરતા આગળ છે. જોકે તે વિશ્વમાં ત્રીજા નંબર પર છે.

વિરાટ કોહલી પહેલા આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સી છે. આ દિગ્ગજ ખેલાડી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 14 કરોડ રૂપિયા લે છે. મતલબ કે મેસ્સીની એક પોસ્ટની કમાણી વિરાટ કોહલી કરતા સાડા પાંચ કરોડ વધુ છે.પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી સૌથી વધુ કમાણી કરે છે. રોનાલ્ડોને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 19 કરોડ મળે છે. મતલબ કે રોનાલ્ડોની કમાણી વિરાટ કોહલી કરતા બમણી છે.