Surties : કોર્પોરેશનના અધિકારીઓ દિવાળીની આળસ ખંખેરી શહેરની સ્વચ્છતા પર જરા ધ્યાન આપે

Corporation officials should pay some attention to the cleanliness of the city
Corporation officials should pay some attention to the cleanliness of the city

દિવાળી વેકેશન લગભગ પૂર્ણ થવા આવ્યું છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ અને કર્મચારીઓ હજી પણ દિવાળી વેકેશનના મૂડમાં જ હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે એકતરફ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે. સ્વચ્છતા સર્વેક્ષણની વાત આવે કે પછી કોઈ નેતાઓની મુલાકાતનો અવસર ગોઠવાય તે સમયે શહેરને કે જે તે વિસ્તારને ચોખ્ખી ચણાક કરી દેવામાં આવે છે. ત્યારે હાલમાં દિવાળી બાદ શહેરના માર્ગો પર જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાએ ઘણા સમય પહેલા સુરતને ડસ્ટબીન ફ્રી સીટી બનાવી હતી. જેની સામે કોર્પોરેશને ડોર ટુ ડોર ગાડીઓના ફેરા વધારી દીધા હોવાનું જણાવ્યું હતું. જોકે હાલ દિવાળીની રજાઓમાં અને તે પછી પણ આ કામગીરી બંધ કરી દેવામાં આવી હોય તે રીતે શહેરના માર્ગો પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.

આવા જ એક ફોટા સામે આવ્યા હતા ઉધના ના વિનય નગરમાં, જોકે આ એક વિસ્તારની વાત નથી, પણ શહેરના ઘણા ખરા રસ્તાઓ પર આ જ પ્રકારની હાલત જોવા મળી રહી છે. કોર્પોરેશનને ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ પણ નિરાકરણ આવતું નથી. ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સુરતને સ્વચ્છ સુરત બનાવવા માંગતા સુરત મનપાના અધિકારીઓ અને શાસકો આ ફરિયાદ પ્રત્યે ગંભીર પણે ધ્યાન આપે.