ભારત દેશમાં ફરી એક વાર કોરોના તેનો ફૂંફાડો ભયજનક સ્થિતિ થવાની સંભાવનાઓ દેખાઈ છે. કોરોના ના કેસ ધીમે ધીમે સામે આવતા કેન્દ્ર સરકાર પણ અલર્ટ મોડ પાર આવી ગઈ છે. માહિતી સામે આવી છે કે બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે અદાતયની બેઠક યોજી હતી અને આજે પીએમ મોદી ની પણ મિટિંગ છે.
જો શહેરમાં કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ સામે આવે તો તેના સેમ્પલને તાત્કાલિક જીનોમ સીકવન્સમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે. સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ શહેરમાં એક પણ કોરોનાનો કેસ નથી. શહેરમાં 50 લાખમાંથી 8 લાખ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. 42 લાખ લોકોને પ્રીકોસન ડોઝ લેવાના બાકી છે. હાલ પ્રીકોસન ડોઝ માટે પણ કોઈ ચાર્જ વસૂલાતો નથી.
નાગરિકોને પણ નવા વેરિયન્ટની સામે તકેદારી રાખવાની અપીલ કરાઈ છે. વડોદરામાં વિદેશથી આવેલ મહિલા BF 7 વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. 61 વર્ષીય NRI મહિલા ગત 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી વડોદરા આવ્યા હતા અને 18 સપ્ટેમ્બરના રોજ ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને BF.7 વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું હતું.
વિદેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે SSG અને ગોત્રી હોસ્પિટલમાં 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. બંને હોસ્પિટલમાં સ્થાપેલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે. જરૂર પડે તેનો ઉપયોગ કરી શકાય તે માટે તૈયારી કરાઈ છે. શહેરમાં 34 સ્થળોએ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.
Leave a Reply
View Comments