સુરતના પલસાણા તાલુકાના કડોદરાના રેવન્યુ સર્વે નંબર 198 પૈકી 4 ની બિનખેતી વાળી જમીનમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિકાસ પરવાનગી આપવામાં આવી હતી. જેના ચોક્કસ નીતિનિયમો પણ નક્કી કરાયા હતા.
જોકે આ નીતિ નિયમોની અવગણના કરીને ખાતા નંબર 1435 પ્લોટ નંબર 8 વાળી મિલકતની જમીન પર સુરત શહેરી વિકાસ સત્તા મંડળ અને અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા વગર તેમજ તમામ નીતિ નિયમો અને જોગવાઈ વિરુદ્ધ કોમર્શિયલ હેતુના વપરાશ માટે એક બાંધકામ બનાવવામાં આવ્યું હતું.
કોમર્શિયલ હેતુના વપરાશ માટે બનાવવામાં આવેલા આ બાંધકામ થી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં વસવાટ કરતાં પરિવારની સલામતી સામે પણ જોખમ અને સવાલ ઉભા થયા છે. જેથી આ બાંધકામના વિરોધમાં પ્લોટ નંબર 8 ના જમીનના માલિકોએ જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. તેની સામે અરજદારો દ્વારા વાંધા વિરોધ નોંધવામાં આવ્યો છે.
તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ ગેરકાયદેસર બાંધકામ તાકીદના ધોરણે દૂર કરવામાં આવે અને લોકહિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે
Leave a Reply
View Comments