2023માં એલિયન ના આ પડઘા ? જુઓ ક્યાં દેખાયા ભયંકર ડરામણા દ્રશ્યો….

Surties

UFO કોઈના કોઈ રીતે સમાચાર ની હેડલાઈન માં રહેતું જ હોઈ છે. પરંતુ શું તમે ક્યારેય UFO જોયો છે ? હાલ ના સમયમાં તેવાજ કેટલાક ફોટોસ અને વિડીયો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ચોંકાવનારા દ્રશ્યો તુર્કીથી સામે આવ્યા છે.

ખરેખર ચોંકાવનારી વાત સામે આવી છે કે તુર્કીના બુર્સામાં આકાશ માં આજાણ્યા ઉડતા પદાર્થ (યુએફઓ) જેવું એક દુર્લભ વાદળ ઉડતું જોવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગભગ ગોળાકાર વાદળ છે, જેને લેન્ટિક્યુલર ક્લાઉડ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ એક કલાક સુધી તે ત્યાં દેખાયો.

ત્યાંના રહેવાસીઓએ આ આશ્ચર્ય ચકિત કરનાર દ્રશ્ય ને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું હતું અને ત્યાર બાદ આ ફોટોસ વિડીયો ખુબજ ઝડપ થી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટો જોઈને લાગી રહ્યું છે કે આ દ્રશ્યો તે સૂર્યોદય સમયે દેખાય હતા અને તેની વચ્ચે એક મોટું કાણું પણ દેખાયું હતું.

આ ચોંકાવનારા દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેને UFO કહી રહ્યા છે. જો કે, ત્યારબાદ તુર્કીની રાજ્ય હવામાન સેવાએ કથિત રીતે સમજાવ્યું કે દુર્લભ ઘટના માત્ર ‘લેન્ટિક્યુલર ક્લાઉડ’ હતી. મીડિયા અહેવાલો અનુસાર, લેન્ટિક્યુલર વાદળો તેમના વળાંકવાળા, ઉડતી રકાબી જેવા દેખાવ માટે જાણીતા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.