MS ધોનીએ રસ્તા વચ્ચે જ ખોલી દીધા…ફેન્સની ઈચ્છા પૂરી કરી, વાયરલ થયો VIDEO

surties

IPL-2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સે હરાવી પાંચમી વખત ટાઈટલ્સ જીતી લીધું છે. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ફોર ફટકારી ચેન્નાઈની ટીમને 5 વિકેટે વિજય અપાવ્યો છે. આ સાથે ચેન્નાઈની ટીમે ફાઈનલ મેચમાં ટાઈટલ જીતવા મામલે મુંબઈ ઈન્ડયન્સની બરાબરી કરી લીધી છે.

આ તમામ વાતો ની વચ્ચે ધોની ના ઘૂંટણની સર્જરી ની વાતો પણ સામે આવી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન MS ધોનીની મુંબઈના કોકિલા બેન હોસ્પિટલમાં 1 જૂને સફળ સર્જરી થઈ. હાલ મહેન્દ્ર સિંહ ધોનીનો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

તમને જાણવી દઈએ કે IPLની પહેલી જ મેચમાં ધોનીના ઘુટણમાં ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તે ઈજાની સાથે જ આખી સીઝન રમ્યા હતા. ધોનીએ રસ્તાની વચ્ચે ગાડીના કાચ નીચે કર્યા અને શખ્સ સાથે સેલ્ફી ક્લીક કરાવી. ધોનીએ પોતાના એક ફેનની ઈચ્છા પુરી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રસ્તાની વચ્ચે ફેન સાથે સેલ્ફી પડાવી. ગાડીના કાચ નીચે કર્યા અને ધોનીએ ફેનની ઈચ્છા પુરી કરી. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલની ટ્રોફી જીતી

IPL ફાઈનલ મેચમાં સીએસકેએ ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટથી મ્હાત આપી હતી. અને IPLની ટ્રોફી પોતાના નામે કરી હતી.