છી.. છી.. જુઓ આઈસ્ક્રીમ માં શું ભેળવ્યું, આ જોઈને જ લોકોને ઉલ્ટી જેવું થવા લાગ્યું..

surties

આઈસ્ક્રીમ ખાવાનું કોને ન ગમે? તમે પણ ઘણા ફ્લેવર તો ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય છોલે ભટુરેથી બનેલો આઈસ્ક્રીમ ખાધો છે? હવે તમે વિચારતા જ હશો કે આ શું મજાક છે. જો તમને અમારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વિડીયો જે ફેસબુક પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિચિત્ર કોમ્બિનેશન આઈસ્ક્રીમની રેસિપી જોઈને લોકોના મગજ ફરી ગયા. કેટલાક લોકોને ઉલ્ટી થવા લાગી હતી. એક વ્યક્તિએ તો ત્યાં સુધી કહ્યું- ‘ગરુડ પુરાણમાં આ ગુનાની અલગ સજા છે.’ તમે પણ આ રેસિપીનો વિડીયો જોઈ શકો છો. વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે દુકાનદાર પહેલા ભટુરા લે છે. પછી છરીની મદદથી તે તેના નાના-નાના ટુકડા કરે છે. આ પછી, ગ્રેવી સાથે ચણા નાખે છે એન તેના પર ડુંગળીની મૂકે છે. પછી ઘણી બધી દૂધની મલાઈ ઉમેર્યા બાદ, તે બધાને મિક્સ કરે છે.

રસપ્રદ વાત એ છે કે આઈસ્ક્રીમ રોલ પીરસતા પહેલા દુકાનદાર તેના પર ચણા, ગાજરનું અથાણું, ડુંગળી અને મરચાનું ટોપિંગ પણ મૂકે છે. જો તમે આઈસ્ક્રીમના શોખીન છો તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો.

આ વિચિત્ર રેસિપી પર લોકો પોતાની અવનવી કોમેન્ટ આપી રહ્યા છે. તમને આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં ખાસ જણાવજો.