વિડીયો – ચતુર ચહલ ફરી થયો વાયરલ, જુઓ હવે ફૂટબોલ સાથે શું કરી રહ્યો છે……

ટીમ ઈન્ડિયા 3 T20 અને 3 ODI મેચ રમવા ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસમાં T20 ટીમની કમાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યા છે જ્યારે ODI ટીમની જવાબદારી શિખર ધવનના હાથમાં છે.

ટી-20 સિરીઝની પ્રથમ મેચ 18 નવેમ્બરે રમાવાની હતી પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. પરંતુ મેચમાં વિલંબને કારણે બંને ટીમો ફૂટબોલ રમતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે 20 નવેમ્બરથી ફીફા વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જેની અસર રમતપ્રેમીઓથી લઈને ખેલાડીઓ પર પણ જોવા મળી રહી છે.

  • : ભારતીય ક્રિકેટ ટીમે વીડિયો શેર કર્યો :

ભારતીય ક્રિકેટ ટીમે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં બંને ટીમના ખેલાડીઓ ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો માં યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન, ઈશ સોઢી અને ટિમ સાઉથી જેવા ખેલાડીઓ ન્યુઝીલેન્ડ તરફથી ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે.

ટી-20 વર્લ્ડ કપની નિષ્ફળતા બાદ ન્યૂઝીલેન્ડનો આ પ્રવાસ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ પ્રવાસમાં ટીમ ઘણા નવા ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. એટલું જ નહીં, હાર્દિકની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાનું ટી-20 ભવિષ્ય પણ અમુક હદ સુધી આ સિરીઝ પર નિર્ભર રહેશે, કારણ કે વર્લ્ડકપમાં નિષ્ફળતા બાદ ટી-20 ટીમની કમાન કાયમી ધોરણે હાર્દિકને સોંપવી જોઈએ કે કેમ તેની ચર્ચાએ જોર પકડ્યું છે.