ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ફાઈનલ, 4 બદનસીબ ખેલાડી બહાર

surties

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી 15 સભ્યોની ટીમમાંથી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને બહાર રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં જગ્યા મળી નથી. આ સાથે જ IPLમાં ધમાકેદાર બેટિંગ કરી રહેલા અજિંક્ય રહાણેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આવો જાણીએ ક્યા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્માને જૂનમાં યોજાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કેએલ રાહુલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

WTC ફાઇનલ ટીમમાંથી સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ને બહાર રાખવામાં આવ્યા છે.

જુઓ આ પ્રમાણે રહેશે ટિમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

આ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાવાની છે. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 7 જૂનના રોજ રમાવાની છે. જેના માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.