ભારતના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા તેમની બીજી લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી છે. ચહલ અને ધનશ્રી બંનેએ તસવીરો શેર કરીને એકબીજાને અભિનંદન પણ આપ્યા છે. ધનશ્રીએ તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું- મારા સ્પિનિંગ સ્ટાર સાથે 730 દિવસ પૂરા થયા.
View this post on Instagram
સાથે જ ચહલે કેપ્શનમાં લખ્યું- હેપ્પી એનિવર્સરી વાઈફ. બંનેએ 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. જો કે, આ બે કરતા વધારે રાજસ્થાન રોયલ્સ (RR)ની એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. ચહલ IPLમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ છે. આવી સ્થિતિમાં આરઆરએ વિડીયો શેર કરીને બંનેને અનોખી રીતે અભિનંદન પાઠવ્યા છે.
એક વિડીયોમાં રાજસ્થાન રોયલ્સે કેપ્શનમાં લખ્યું- હેપ્પી એનિવર્સરી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી. રાજસ્થાન રોયલ્સે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના ગીત ‘પહેલે દુલ્હન તુમ ઉનસે મિલો જી’ને એડિટ કર્યું છે.
View this post on Instagram
ચહલ અને ધનશ્રી ક્રિકેટના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેમના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. બાદમાં, ચહલ અને ધનશ્રી બંનેએ ફરીથી પોસ્ટ કરીને આ અહેવાલોને અફવા ગણાવી અને કહ્યું કે બંને અલગ થઈ રહ્યાં નથી. T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાની મેચ જોવા માટે ધનશ્રી ઓસ્ટ્રેલિયા પણ પહોંચી હતી.
Leave a Reply
View Comments