બોલિવૂડ નો નામચીન કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ પોતાના પરિવાર ઝગડાઓના કારણે ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરુનિસા સિદ્દીકીએ અભિનેતાની પત્ની ઝૈનબ વિરુદ્ધ FIR નોંધાવી છે. હવે આ વિવિદ પોલીસ મથક સુધી પહોંચી ગયો છે.
મીડિયા રિપોટ મુજબ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની માતાની ફરિયાદ બાદ મુંબઈ વર્સોવા પોલીસે એફઆઈઆરના આધારે ઝૈનબને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રોપર્ટીને લઈને વિવાદ થયો હતો અને અંતે FIR નોંધવામાં આવી હતી.
View this post on Instagram
પોલીસના કહેવા મુજબ નવાઝુદ્દીન સિદ્દીકીની માતાએ આરોપ લગાવ્યો છે કે ઝૈનબ ઘરમાં ઘુસી ગઈ અને તેની સાથે દલીલ કરી અને પછી તેના પર હુમલો કર્યો. ઝૈનબ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 452 (દુઃખ પહોંચાડવા, હુમલો કરવા અથવા ખોટી રીતે સંયમ કરવા માટે અતિક્રમણ), 323 અને અન્ય ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ઝૈનબની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. નવાઝુદ્દીનની બીજી પત્નીનું નામ ઝૈનબ છે.
Leave a Reply
View Comments