દિલ્હી મેટ્રોમાં શર્મસાર કરતો વિડીયો : દિલ્હી મેટ્રોનો વધુ એક વિવાદિત વિડીયો, ગર્લફ્રેન્ડ સાથે લિપ લોક કરતો જોવા મળ્યો યુવક

surties

આપડે સૌ જાણીયે છીએ કે દિલ્હી મેટ્રોમાંથી અવાર નવાર અનેક ચોંકાવનારા વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે અને હવે આ વિડીયો અટકવાનું નામ નથી લઇ રહ્યા. ફરી એક વાર મેટ્રોની અંદર અશ્લીલ હરકતોનો વીડિયો સતત સામે આવ્યો છે. આ વિડીયો જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે અને એક પેસ્ટિન્જરે જ આ વિડીયો રેકોડ કર્યા હોવાની માહિતી સામે આવી છે,

આ વિડીયોમાં કપલ મેટ્રોના ફ્લોર પર બેસીને લિપ-લૉક કરતા જોવા મળે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે દિલ્હી મેટ્રોના ફ્લોર પર એક છોકરો બેઠો છે અને તેની ગર્લફ્રેન્ડ તેના ખોળામાં સૂઈ રહી છે. બંને જરા પણ ખચકાટ અને સંકોચ વગર એકબીજાને લિપલોક કરી રહ્યાં છે.

આ વિડીયો જોઈ એક યુઝરે રમૂજ કરતા લખ્યું કે, ‘કોરોના પીડિતને જીવ મોંથી શ્વાસ આપીને બચાવવો એ પણ આ દેશમાં ગુનો બની ગયો છે. આ સિવાય એકે લખ્યું, ‘છોકરી નશામાં જોવા મળી રહી છે અને છોકરો ઘણો શાંત છે.’ તેમજ કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે યુવતી નશામાં છે.

દિલ્હી મેટ્રોમાં અશ્લીલતા સંબંધિત સતત વિડીયો આવ્યા બાદ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ પણ માર્ગદર્શિકા બહાર પાડી હતી.તાજેતરમાં જારી કરાયેલા પરિપત્રમાં DMRCએ કહ્યું હતું કે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે સાધારણ ડ્રેસ પહેરો. ઉપરાંત, મેટ્રોમાં મુસાફરી દરમિયાન, મુસાફરો સાથે યોગ્ય વર્તન કરો. વાંધાજનક કપડા પહેરીને મેટ્રોમાં મુસાફરી કરતી યુવતીનો વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ DMRCએ આ નિવેદન જારી કર્યું છે.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો