ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં ચુંટણીના વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા તો તબક્કાવાર રાજ્યની અલગ – અલગ વિધાનસભા બેઠકોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ હવે કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ થઈ ચુકી છે. આજે સુરત શહેર – જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉમેદવારોની પસંદગી માટે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે ગાંધીનગર ખાતે મળનારી પાર્લામેન્ટરી બેઠકમાં ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અલબત્ત, દાવેદારો દ્વારા પોતાનું નામ ફાઈનલ કરાવવા માટે હરસંભવ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ચુંટણી પંચ દ્વારા વિધાનસભાની ૧લી અને પમી ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચુંટણી અને ૮મી ડિસેમ્બરના રોજ ચુંટણી પરિણામોની જાહેરાત કરી દેવામાં આવી છે. ચુંટણી પંચની જાહેરાતને પગલે હવે દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કામાં મતદાનની તારીખ નિશ્ચિત થઈ ચુકી છે. આ સ્થિતિમાં ભાજપ દ્વારા હવે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉમેદવારોના નામની ફાઈનલ યાદી તૈયારક કરવા માટેની તજવીજ હાથ ધરી છે. જે અંતર્ગત આજરોજ સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ઉમેદવારોના નામ ૫૨ સંગઠનના હોદ્દેદારો દ્વારા મનોમંથન કરવામાં આવ્યા બાદ અંતિમ યાદી પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ ૨જુ ક૨વામાં આવશે. આવતીકાલે ગાંધીનગર કમલમ્ ખાતે યોજાનાર પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ભાજપના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
Leave a Reply
View Comments