જાણો કોણ છે આ ધુરંધર : બેન્ચ પર બેઠા બેઠા રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર પહેલો ભારતીય ખેલાડી

surties

10 જાન્યુઆરીએ શ્રીલંકા સામે રમાયેલી ODI મેચ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન માટે કંઈ ખાસ ન હતી. બાંગ્લાદેશ સામે ઇશાન કિશનની બેવડી સદીની ઇનિંગ રમ્યા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ઇશાન કિશનને શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવાનું નિશ્ચિત છે.

ગુવાહાટીમાં રમાયેલી મેચમાં ઈશાન તે ખેલાડીઓમાંથી એક હતો જેને આખો સમય બેંચ પર બેસી રહેવું પડ્યું હતું. આમ છતાં તેણે બેન્ચ પર બેસીને એવો રેકોર્ડ તોડી નાખ્યો, જે આજ સુધી ભારતીય ટીમનો કોઈ ખેલાડી પોતાના નામે નથી કરી શક્યો.

10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાયેલી મેચમાં અંતિમ ઈલેવનની જાહેરાત કરવામાં આવી ત્યારે તે સાંભળીને બધા ચોંકી ગયા હતા. કારણ કે આ મેચમાંઆખો સમય બેંચ પર બેસવું પડ્યું.

 

View this post on Instagram

 

A post shared by Ishan Kishan (@ishankishan23)

જો કે બેન્ચ પર બેસીને તેણે ઓસ્ટ્રેલિયન ખેલાડી બ્રેડ હોગનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. વાસ્તવમાં, ઈશાન (ઈશાન કિશન) પહેલો ખેલાડી બન્યો જેણે એનડીએ ફોર્મેટમાં બેવડી સદી ફટકાર્યા પછી સમાન ફોર્મેટની આગામી મેચમાં બેન્ચ પર બેસવું પડ્યું. આ પહેલા આ રેકોર્ડ બ્રેડના નામે હતો. એક ODIમાં 123 રનની ઇનિંગ રમ્યા બાદ પણ તેને એન્ડ્રુ સાયમન્ડ્સના કારણે આગામી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થવું પડ્યું હતું.