દરેક માતા પિતા માટે એક સલાહ… બોર્નવિટા એ બાળકો માટે સાવ આવી પ્રોડક્ટ બહાર પાડી?

Surties

શું તમે નવી કેડબરી બોર્નવિટાની જાહેરાત જોઈ છે? ચિલ્ડ્રન્સ ડેના અંતર્ગત આવેલી આ એડની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોને આ જાહેરાત પસંદ આવી છે. જ્યારે ઘણા લોકો તેને ફ્લોપ ગણાવી રહ્યા છે.

આ એડમાં શું ખાસ છે?

કેડબરીની પેરેન્ટ કંપની મોન્ડેલેઝ ઈન્ડિયાએ આ એડ દ્વારા બાળકોના માતા-પિતાને એક મહત્વપૂર્ણ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ મેસેજને ધ્યાનમાં રાખીને કંપનીએ આ અભિયાનને ‘ફોર્સ્ડ પેક’ નામ આપ્યું છે. આ જાહેરાત દ્વારા વાલીઓને તેમના બાળકોની કારકિર્દીની પસંદગી અંગે સચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ એડ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે માતા-પિતાએ બાળકોની કારકિર્દીની બાબતમાં બાળકો પર તેમની પસંદગી થોપવી ન જોઈએ. તેઓએ બાળકોને જે કરવું હોય તે કરવા દેવું જોઈએ.

આ એડ સામે આવતા કેટલાક લોકો આ એડ ને સારી રીતે દર્શાવી રહ્યા છે તો કેટલાક લોકો આ એડ ને ટ્રોલ પણ કરી રહ્યા છે.