અરે…બાપરે…બુટ ચપ્પલ ચોરવાની રીત જોઈને તમારી આખો પર વિશ્વાસ નહિ થાય

surties

આપ આ કાકાને બરાબર રીતે ઓળખી લેજો કારણકે જે પ્રમાણે માહિતી મળે છે તે મુજબ આ ચોરી નું કાર્ય કાકા લાંબા સમયથી કરતા હોઈ તેવું લાગે છે. તેઓ મોટા ભાગે એપાર્ટમેન્ટને નિશાન બનાવે છે અને ત્યાંથી ચોરી- કરે છે. એપાર્ટમેન્ટના ઘરોની બહાર મુકેલા મોંઘા બૂટ ચંપલ પર રહે છે કાકાની બાજ નજર રહે છે.

હવે તો એવું લાગે છે કે આપણા જૂતા ચંપલને પણ લોકરમાં મુકવા પડશે. એક આધેડ વયની ઉંમરના દેખાતા વ્યક્તિ CCTV માં જૂતા ચંપલની ચોરી કરતા નજરે ચડ્યા છે. આ સમગ્ર ઘટના ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

સુરતના વરાછાના ટ્વીન ટાવરમાં જે કાકા ચપ્પલ ચોરી કરતા CCTVમાં ઝડપાયા છે. તેવી જ રીતે બીજા ઘણા બધા લોકો ની ઘરે કાકા એ ચોરી કરી છે અને તે લોકો એ સુરતીસ ને CCTV ફૂટેજ મોકલ્યા છે.  તા. 9 ડિસેમ્બર 2022 ના રોજ આનંદ મહેલ રોડના ક્લાસિક પોઇન્ટ એપાર્ટમેન્ટના છે. તેમાં પણ કાકા બુટ ચપ્પલ ની ચોરી કરતા ઝડપાયા છે.

આપણા ઘરની બહાર મુકેલા મોંઘા બૂટ ચંપલ પર રહે છે કાકાની બાજ નજર છે. આ CCTV ફૂટેજ દરેક સુરતીઓને મોકલો અને આ કાકા ને ઓળખી લેજ. આ કાકા ખાલી થેલી લઈને આવે છે, અને થેલીમાં બુટ ભરી ને ચાલ્યા જાય છે. આ મામલે સ્થાનિકોએ પોલીસમાં જાણ પણ કરી છે.