ફિલ્મી જગત : પઠાણને જોઉં કે હનીમૂન પર જાઉં? જુઓ શાહરુખ એ કેવો જવાબ આપ્યો….

Surties

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન 4 વર્ષ પછી “પઠાણ” ફિલ્મ થી મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે. આ ફિલ્મ એક્શન થી ભરપૂર હોવાનો અંદાજો ટ્રેલર પરથી જ લગાવી શકાય છે. ચાહકો પણ શાહરુખ ને મોટા પડદા પાર જોવા ઉત્સુક છે. આ તમામ વાતો ની વચ્ચે ચાહકો ટ્વિટર પર શાહરૂખને ફિલ્મ વિશે પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે શાહરુખ એ તેના ચાહકોના સવાલોના જવાબ પણ આપી રહ્યો છે.

શાહરૂખ ખાને ટ્વિટર પર ‘આસ્ક એસઆરકે’ સેશન રાખ્યું હતું. આ દરમિયાન ઘણા ચાહકોએ તેમને ફિલ્મ વિશે સવાલો કર્યા હતા. તે જ સમયે એક ચાહકે શાહરૂખને ફની સવાલ પૂછ્યો. પ્રશંસકે SRKને ટ્વીટ કરીને લખ્યું, “સર મેં ગયા અઠવાડિયે લગ્ન કર્યા છે, પહેલા હનીમૂન પર જાઓ કે પઠાણને જુઓ?

ફેન્સના ફની સવાલનો શાહરૂખ ખાને પણ પોતાના રમુજી અંદાજમાં જવાબ આપ્યો હતો અને જવાબમાં SRKએ લખ્યું, “દીકરા, એક અઠવાડિયું થઈ ગયું, હજુ સુધી હનીમૂન નથી કર્યું. હવે તમારી પત્ની સાથે પઠાણને જોવા જાઓ અને પછી હનીમૂન કરો.