આવતાની સાથે અનેક સવાલો ઉમટી પડ્યા, જુઓ આટલા વર્ષ પછી ભારત આવી પ્રિયંકા ચોપડા – વિડીયો થયો વાયરલ

Surties - Surat News

બોલિવૂડ અદાકારા પ્રિયંકા ચોપરા મળતી માહિતી મુજબ અંદાજિત 3 વર્ષ પછી ભારત પરત ફરી છે. પ્રિયંકા જયારે મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચી ત્યારે તેની તસવીરો લેવા માટે તેના ચાહકો અને ફોટોગ્રાફર્સ જમા થઈ ગયા હતા. પ્રિયંકાને એકલા જોતાં જ લોકો એ સવાલ કર્યો હતો કે દીકરી માલતી ક્યાં છે. ?

પ્રિયંકા ચોપરાએ મુંબઈ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે લખ્યું કે ‘મુંબઈ મેરી જાન’. મુંબઈ આવ્યા બાદ પ્રિયંકાએ ટીવી પર કરન જોહરનો શો ‘કૉફી વિથ કરન’ જોયો.Surties - Surat News

સોશિયલ મીડિયા પર હાલ પ્રિયંકા ચોપડાનો આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અનેક પ્રશ્નો પૂછતાં પણ નજરે ચડ્યા છે. પ્રિયંકા ચોપડા ને તેની ફ્રેન્ડ એરપોર્ટ પર રિસીવ કરવા માટે આવી હતી, તેને ગળે મળી અને ફોટોગ્રાફર્સનું પણ અભિવાદન કર્યું હતું. પ્રિયંકા ચોપડા ફૂલ ડેનિમ વેરમાં જોવા મળી હતી.

Surties - Surat News