OMG : શાહરૂખ નો ફેન કરશે આત્મ*ત્યા? જુઓ વિડીયો બનાવી શું બોલી ગયો

Surties

ફિલ્મ ચાહકો ક્યારેક તેમના મનપસંદ કલાકારની ફિલ્મ જોવા માટે માટે તમામ હદો પાર કરી દેતા હોઈ છે. શાહરૂખ ખાનના આવા જ એક ફેને હવે ફિલ્મ પઠાણને લઈને પોતાની હદ વ્યક્ત કરી છે. શાહરૂખ ખાનના એક ચાહકે ટ્વિટર પર એક રડતો વિડીયો શેર કર્યો છે અને કહ્યું છે કે જો તે પઠાણને નહીં જોશે તો તે 25 જાન્યુઆરીએ આત્મ*ત્યા કરી લેશે.

ચાહકનું કહેવું છે કે તેની આર્થિક તંગીના કારણે તેને ફિલ્મની ટિકિટ મળી શકી નથી અને તે શાહરૂખ ખાનનો ફેન છે, જેના કારણે તેણે શાહરૂખની ફિલ્મ જોવી પડશે. જો આમ નહીં થાય તો તે આત્મ*ત્યા કરી લેશે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબજ વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ શાહરૂખ ખાન આ ફેનનું નામ રેયાન જણાવવામાં આવી રહ્યું છે. રિયાને સોશિયલ મીડિયા પર બે વીડિયો પોસ્ટ કર્યા છે.

વિડીયો આ વ્યક્તિ બોલતો જણાય છે કે હું શાહરૂખ ખાનનો બહુ મોટો ફેન છું. હું મારા શાહરૂખને પ્રેમ કરું છું. પરંતુ હું પઠાણ ફિલ્મ જોઈ શકતો નથી કારણ કે મારી પાસે પૈસા નથી. મને કોઈ મદદ કરતું નથી. મને પઠાણ ફિલ્મની ટીકીટ અપાવી દો, ભાઈ, નહીંતર તળાવમાં કૂદીને જીવ આપી દઈશ.

બીજા વિડિયોમાં આ વ્યક્તિ બોલતો જણાય છે કે જો હું પઠાણ ફિલ્મ ન જોઈ શકું અને શાહરૂખ ખાનને ન મળી શકું તો તે 25 જાન્યુઆરીએ તળાવમાં કૂદીને આત્મ*ત્યા કરી લઈશ.