રિયા ચક્રવર્તી લાંબા સમયથી લાઈમલાઈટથી અંતર બનાવી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ દરમિયાન અભિનેત્રીની અંગત જિંદગીની ખૂબ ચર્ચા થઈ હતી. સુશાંતના મૃત્યુ પછી, રિયા સતત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નિશાના પર હતી. લગભગ અઢી વર્ષ બાદ રિયા ચક્રવર્તીનું અંગત જીવન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, રિયા ચક્રવર્તી ફરી એકવાર પ્રેમમાં છે. પરંતુ, અભિનેત્રી તેના પ્રેમને બધાની નજરથી દૂર રાખવા માંગે છે. સુશાંત અને રિયા એકસાથે રિલેશનશિપમાં હતા એ વાત કોઈનાથી છુપી નથી. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. એટલું જ નહીં બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. સુશાંતનું 2020માં નિધન થયું હતું. જે બાદ તે ફિલ્મો અને લાઇમલાઇટથી દૂર છે.
View this post on Instagram
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રિયા હાલમાં સીમા સજદેહના ભાઈ બંટી સજદેહને ડેટ કરી રહી છે. બંટી સ્પોર્ટ્સ અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટી ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મ્સમાંની એકનો માલિક છે. રિયા પહેલા બંટી સજીદનું નામ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે જોડાઈ ચૂક્યું છે.
Leave a Reply
View Comments