આ ધુરંધર ખેલાડી જાણો કેવી રીતે બનશે સ્પાઈડર મેન, નામ જાણી તમને વિશ્વાસ નહિ થાય….

surties

ભારતીય કક્રિકેટર હવે મેદાનની સાથે સાથે ફિલ્મલી દુનિયામાં પણ પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે. તમને જાણી ને નવાઈ લાગશે કે ભારતીય ક્રિકેટર શુભમન ગિલે તાજેતરમાં રિલીઝ થયેલી એનિમેટેડ ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ એક્રોસ ધ સ્પાઈડર-વર્સ’માં ઈન્ડિયન સ્પાઈડર મેનને પોતાનો અવાજ આપ્યો છે.

વધુમાં તમને જણાવી દઈએ કે ગિલે આ ફિલ્મ માટે હિન્દી અને પંજાબીમાં ડબિંગ કર્યું છે. ગિલ એ જણાવ્યું કે તેણે આ પહેલા ક્યારેય કોઈ પ્રોજેક્ટ માટે ડબિંગ કર્યું નથી. ગિલ પોતે અંગત રીતે સ્પાઈડરમેન નો ચાહક છે. તેને આ પ્રોજેક્ટ મળ્યા બાદ ખુબજ આનંદ થયો હતો. આ પ્રોજેક્ટ માટે તે તરતજ સંમત થઈ ગયો હતો.

surties

શુભમન ગિલ એ જણાવ્યું કે ડબિંગ સમયે હું ખૂબ જ નર્વસ હતો કારણ કે હું પોતે પણ આવી ફિલ્મો જોઉં છું. આવી સ્થિતિમાં મારા પર મારું સર્વશ્રેષ્ઠ આપવાનું દબાણ હતું. હું પહેલીવાર સ્ટુડિયો પહોંચ્યો ત્યારે હું નર્વસ થઈ ગયો હતો. મારી સામે મારો પોતાનો અવાજ ગુંજતો હતો. શુભમં ગિલ પોતે 3 થી 4 સ્ટાઈલમાં ડબિંગ કરતો હતો જેથી તેમાંથી કોઈ એક મેકર્સને પસંદ આવે.

surties

શુભમન ગિલ અભિનય બાબતે વિચારે છે કે અત્યારે મારામાં એટલી ક્ષમતા છે. જો હું ભવિષ્યમાં મારી જાતને સક્ષમ બનાવી શકું કે મને મારો અભિનય ગમે છે, તો હું ચોક્કસપણે આ ક્ષેત્રમાં મારું નસીબ અજમાવવા માંગીશ.