મલાઈકા અરોરા વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે અર્જુન કપૂરના બાળકની માતા બનવા જઈ રહી છે. જો કે પરિવારે આ સમાચારને ફગાવી દીધા છે. હકીકતમાં, પિંકવિલાએ તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ભૂતકાળમાં લંડન ગયા હતા, જ્યાં બંનેએ તેમના નજીકના અને પ્રિયજનોને ગર્ભાવસ્થા વિશે જાણ કરી હતી.
આ સમાચાર પછી મલાઈકાની પ્રેગ્નન્સીના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો તેની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જેના પર હવે પરિવારના સભ્યએ પ્રતિક્રિયા આપી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મલાઈકા માતા બનવાની નથી, આ માત્ર અફવા છે.
જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં, મલાઈકાની એક સોશિયલ મીડિયા પોસ્ટ પછી, સમાચાર ફેલાઈ ગયા કે બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે.
આ સમગ્ર મામલે અર્જુન કપૂરે તેના ઇન્સ્તાગ્રામ હેન્ડલ પર થી પણ સફાઈ આપી છે.
Leave a Reply
View Comments