સમ્રાટ પૃથ્વીરાજના અવતાર બાદ હવે ખતરોં કે ખિલાડી અક્ષય કુમાર ટૂંક સમયમાં મોટી સ્ક્રીન પર છત્રપતિ શિવાજી મહારાજના અવતારમાં જોવા મળશે. અભિનેતાએ તેના ફર્સ્ટ લુક પણ ઈન્સ્ટા પર શેર કર્યો છે. છત્રપતિ શિવાજી મહારાજના લૂકમાં અક્ષય અલગ લાગી રહ્યો છે. તેના લુકને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જ્યાં કેટલાક લોકોને તેનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે તો કેટલાક લોકોને તેનો આ લુક પસંદ નથી આવી રહ્યો.
આવી સ્થિતિમાં, અભિનેતાને તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના જીવનની ઘટનાઓ પર આધારિત છે. જો કે, આ ફિલ્મનું પોસ્ટર અગાઉ પણ સાર્વજનિક કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પહેલીવાર અક્ષય કુમારે પોતે જ પોતાની ફિલ્મનો પહેલો લુક જાહેર કર્યો છે.
View this post on Instagram
મૂળ તો આ ફિલ્મ માત્ર મરાઠીમાં જ બનાવવામાં આવશે, પરંતુ આગામી દિવસોમાં ફિલ્મનું ડબિંગ હિન્દી, તેલુગુ, તમિલ સહિત અન્ય ભારતીય ભાષાઓમાં કરવામાં આવશે, જેથી દરેક લોકો આ ફિલ્મ જોઈ શકે. અક્ષય કુમારની આ ફિલ્મ બાબતે તમારો શું અભિપ્રાય છે.
Leave a Reply
View Comments